કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોટડાનાયાણીમાં ગળામાં જીવડું કરડતા મોત

માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે ઘટના ઘટી, પરિવારમાં કલ્પાંત

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે જેરી જીવડું ડોકના ભાગે કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની મળતી વિગત મુજબ, જૂના મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.24માં રહેતાં પુજાબેન ગોપાલભાઈ માનસુરીયા (ઉ.વ.41)નામના મહિલા ગત તા.1ના કોટડા નાયાણી ગામે પરિવાર સાથે માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતાં

ત્યારે ગળાના ભાગે જેરી જીવડું કરડી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા ગત રાત્રીના કાયમના માટે આંખ મીચી લીધી હતી. બનાવની જાણ બી.ડીવીઝન પોલીસને કરવામાં આવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતકને સંતાનમાં એક દિકરો બે દિકરી છે પતિ ગોપાલભાઈ રીક્ષા ચાલક છે. મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો

ગૃપમાં કઈ રીતે જોડાશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!