કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હાથની સારવાર દરમિયાન મોતઃ બેદરકારીનો આક્ષેપ

રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

પિતા ખેત મજુરી કરે છે
વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં આક્રોશ સાથે શોક

રાજકોટ: ચોટીલાના દેવસર ગામે રહેતાં ધોરણ-૪માં ભણતાં ૧૦ વર્ષના બાળકનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર માટે દાખલ કરાયા બાદ મોત નિપજતાં પરિવારજનોએ તબિબી બેદરકારીના આક્ષેપ સાથે આક્રોશ દાખવતાં પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. લાડકવાયાના અચાનક મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જાણવા મળેલી વિગતો મુજબ દેવસર ગામે રહેતો વનરાજ ધનજીભાઇ મેસરીયા (ઉ.વ.૧૦) ગઇકાલે બપોરે શાળાની રિશેષ પડતાં ઘરે ચાલીને જમવા જતો હતો ત્યારે રસ્તામાં ઠેસ આવતાં પડી જતાં હાથમાં ઇજા થઇ હતી. ઘરે આવીને તેણે જાણ કરતાં અને હાથમાં ખુબ દુઃખાવો થાય છે તેમ કહેતાં

તેને પરિવારજનો વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યાં ડોક્ટરે ચેક કરી નિદાન કરી ઓપરેશન આવશે તેમ કહેતાં તેને પરિવારજનોએ દાખલ કર્યો હતો. પરંતુ સાંજે તેનું મૃત્યુ થઇ ગયાનું કહેવાતાં પરિવારજનો હતપ્રભ થઇ ગયા હતાં.

મૃત્યુ પામનાર વનરાજના દાદા, પિતા, કાકા સહિતે જણાવ્યું હતું કે વનરાજને માત્ર હાથમાં જ ઇજા થઇ હતી. બોલતો ચાલતો અમે તેને દવાખાને લઇ ગયા હતાં. ઓપરેશનમાં લઇ જવાયા બાદ ગમે તે બન્યું હોઇ થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યાનું અમને જણાવાયું હતું. અમારા દિકરાનું મોત કઇ રીતે થયું? તેની તબિબે સ્પષ્ટતા ન કરતાં અમને બેદરકારી લાગતાં અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગણી કરી હતી. વાંકાનેર પોલીસે મૃતદેહને રાજકોટ ખસેડયો હતો.


મૃત્યુ પામનાર કરણ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને ગામની શાળામાં ધોરણ-૪માં ભણતો હતો. તેના પિતા ધનજીભાઇ મનજીભાઇ મેસરીયા ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ છાંયાબેન છે. લાડકવાયાના મોતથી મેસરીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે…
સૌજન્ય: અકિલા દૈનિક

Content Copying Forbidden !!

error: Content is protected !!