વાંકિયા પાસે યુવાનનું બાઈક સ્લીપ
વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતો શ્રમિક કન્વેયર બેલ્ટ પર સૂતો હતો, ત્યારે મશીનમાં આવી જતાં તેનું મોત થયું હતું બીજા બનાવમાં વાંકિયા ગામે યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતા છોટાસિંહ રામસિંગ નિશાદ (ઉ.વ. ૫૧, રહે. હાલ લગધીરપુર રોડ, સીમોન પેપર મીલના ક્વાર્ટરમાં, મોરબી. મુળ રહે. રાધૌર, ઉતરપ્રદેશ) નામનો શ્રમિક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ પર સૂતો હોય ત્યારે પલ્પર મશીનમાં આવી જતાં તેનું ગંભીર ઈજાઓથી કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકિયા પાસે યુવાનનું બાઈક સ્લીપ
વાંકાનેરના વાંકિયા પાસે રઇશ મહેબુબભાઇ માથકીયા (ઉ 21) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…
