હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલનો યુવક
વાંકાનેર: હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલના યુવકનું આણંદપર ગામના પાટીયા પાસે પાડધરાથી મકતાનપર જતા રોડ ઉપર એકસીડન્ટમાં મોત થયેલ છે અને બે નાની-નાની દીકરીએ પિતા ગુમાવેલ છે, મોટર સાયકલ સ્પીડમાં હશે અને કંન્ટ્રોલ ગુમાવતા સ્લીપ થઈ ગયેલનું અજાણ્યા માણસો ભેગા થયેલ તેણે જણાવેલ હતું…

જાણવા મળ્યા મુજબ માટેલ ગામના હરેશભાઈ બેચરભાઈ ધણોજા (ઉ.વ.૩૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ત્રણ ભાઇઓ તથા એક બહેન છે જેમાં સૌથી મોટો હુ છુ અને મારાથી નાનો અશોક, નાની બહેન કોમલ તે મીંયાણી ગામે સાસરે છે અને સૌથી નાનો ભાઇ રાહુલ (ઉ.વ.૨૬) નો હતો જેના લગ્ન વાંકાનેર નવાપરામાં રહેતા મનસુખભાઈની દીકરી કિંજલ સાથે આશરે સાતેક વર્ષ પહેલા થયેલ છે અને હાલે આ રાહુલ વાંકાનેર નવાપરામાં રહે છે અને આ મારા ભાઇ રાહુલને સંતાનમાં બે દીકરી જેમાં મોટી જીયાંશી (ઉ.વ.૦૬) તથા નાની દીકરી ખુશી (ઉ.વ.૦૨) ની છે આ મારો ભાઈ સીરામીકમાં છુટક મજુરીકામ કરતો હતો


ગઇ કાલ તા.૦૭/૦૮/૨૦૨૫ ના રાત્રીના આણંદપરથી રઘુભાઈનો ફોન આવેલ અને મને વાત કરેલ કે તારા ભાઇ રાહુલનુ આણંદપર ગામના પાટીયા પાસે પાડધરાથી મકતાનપર જતા રોડ ઉપર એકસીડન્ટ થયેલ છે મારા મામાનો દિકરો કમલેશ તાત્કાલીક ત્યાં પહોચેલ અને મને જણાવેલ કે રાહુલને માથામાં તથા શરીરે ઇજા થયેલ છે હું માટેલથી નીકળી ફુવા મારા મામા મનીષભાઈ ડાભીને ફોન કરેલ અને અમો બન્ને મોરબી પહોંચેલ અને મારા ભાઇને માથામાં, કપાળમાં તથા પગમાં ઇજા થયેલ હતી અને વહેલી સવારના મારો ભાઇ રાહુલ મરણ ગયેલ હતો, અને રાહુલનું મોટર સાયકલ સ્પીડમાં હશે અને કંન્ટ્રોલ ગુમાવતા સ્લીપ થઈ ગયેલનું અજાણ્યા માણસો ભેગા થયેલ તેણે જણાવેલ હતુ
