કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

અરણીટીંબા ગામના બોર્ડ નજીક અકસ્માતમાં મોત

પંચાસરના ભોરણીયા પરિવારમાં શોકની લાગણી

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ નજીક ગઈ મોડી રાત્રીના અકસ્માત સર્જાયો હતો. જેમાં વાંકાનેરના પંચાસર ગામથી કુટુંબીજનો સાથે માલવાહક સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામ ખાતે તેમના બિમાર સંબંધીની મુલાકાતે જઈ રહ્યા હોય, ત્યારે વાહન રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં પંચાસર ગામના યુવાનનું કરૂણ મોત થયું હોવાના સમાચાર છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામનું કુટુંબ ગઈ મોડીરાત્રિના સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામે રહેતા સંબંઘીને ત્યાં ખબર કાઢવા માટે ગયા હતા, જયાંથી પાછા આવતી વખતે મિતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ નજીક માલ વાહક વાહન કાબુ ગુમાવી રોડની નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં

વાહનમાં પાછળ બેઠેલા નજરહુશેન અમીભાઈ ભોરણીયા (ઉ.વ. ૪૫ પંચાસરવાળા) નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જયારે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી, ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ અકસ્માતથી મૃતકના ભોરણીયા પરિવાર તથા પંચાસર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!