હથિયાર સાથે ચાર પકડાયા
વાંકાનેર: મોરબી હાઇવે પર આવેલ ક્યુટોન સિરામિકના ડ્રાઇવર જીઓ અને કૈલાશ પેટ્રોલ પમ્પ વચ્ચે ગઈ કાલે રાતના કાર લઈને જતા હતા, ત્યારે અકસ્માત થયો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી હાઇવે પર આવેલ કયુટોન સીરામીક પ્રા.લીમીટેડના ડ્રાઇવર મયુરભાઈ લાલજીભાઈ ઉર્ફે લલીતભાઇ માલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) ધંધો. ડ્રાઈવીંગ રહે. ઘુટુ ગામ આબેડકરનગર તા.જી.મોરબી વાળાએ પોતાના હવાલાવાળી વરના કાર GJ-
36-L-4653 વાળી જીઓ અને કૈલાશ પેટ્રોલ પમ્પ વચ્ચે પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી પસાર થતા તે વખતે આગળનુ ડાબી સાઈડનુ ટાયર ડીવાઈડર સાથે અથડાઈ ધસાતા ફાટી જતા બેલેન્સ ગુમાવતા કાર ડીવાઈડર ઠેકી સર્વિસ રોડ પર બે ત્રણ ગોથા ખાઈ
જતા ચાલક આરોપીને કપાળના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમજ કારમા નુકશાન થતા એમનું મરણ નીપજેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૧૦૬(૧),૨૮૧ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
હથિયાર સાથે ચાર પકડાયા
(1) ચન્દ્રપુરના નાલા પાસેથી નવાપરામાં રહેતા રાજેશભાઈ ખેંગારભાઇ બાવળીયા (ઉ.વ.37) વાળા છરી સાથે (2) પંચાસર ચોકડી પાસેથી પંચાસર રહેતા રાજેશ નરસીભાઇ પનાર પાસેથી લોખંડની કુંડળીવાળી લાકડી સાથે (3) જીનપરા જકાતનાકા પાસેથી મિલ પ્લોટમાં રહેતા જગદીશ સુંદરજીભાઈ સોલંકી પાસેથી છરી અને (4) જીનપરા જકાતનાકા પાસેથી હાઉસિંગ મિલ સોસાયટીમાં રહેતા કરણ સનમુગન નાયકર પાસેથી છરી મળી આવતા મહે. જીલ્લા મેજી.સા.મોર બીના હથીયારબંધી જાહેરનામા ક્રમાંક ના.જે/એમ.એ.જી/જા.નામુ.૩૭(૧)/જા. નામુ/વશી-૩૧૮/૨૦૨૪ તા. ૩૧/૦૮/૨૦ ૨૪ ના હુકમનો ભંગ કરી અને ગુન્હો:- જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ થયો છે….