કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બંધ આયસર માટે પાના-પકડ લઇ આવતા અકસ્માતમાં મરણ

છરી સાથે બે ઝડપાયા

વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઇવે પર આયસર બંધ થઇ જતા રીપેરીંગ માટે પાના-પકડ લઈને પરત ફરતા રોડ ક્રોસ કરતા ચોટીલા તરફથી એક ફોર વ્હીલ કારે હડફેટે લેતા રાતીદેવરીના એક શખ્સનું મરણ નીપજેલ છે…

નવી રાતીદેવરી રામાપીરના મંદીરની સામે તા.વાંકાનેરવાળા રહેતા અને હાલ જેતપુર ગામે સાડીના કારખાનામાં કામ કરતા રોહીતભાઇ ધારાભાઇ વિકાણી (ઉ.વ ૨૭) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે એમના પિતાશ્રી ધારાભાઇ લવજીભાઇ વિકાણી (ઉ.વ.૪૫) રહે. રાતીદેવરી વાળા વાંકાનેર ચંન્દ્રપુર ને. હા. રોડ શ્રીનાથજી વે બ્રીજ પાસે કાંટો કરાવી તેનું આયસર બંધ થઇ જતા તેઓ રોડ ક્રોસ કરીને પાના-પકડ લેવા માટે રોડની સામેના ભાગે ગેલેક્ષી કોમ્પલેક્ષ નંબર- ૦૩માં ગયેલ અને ત્યાથી રોડ ક્રોસ કરી પરત ફરતા ચોટીલા તરફથી એક સફેદ કલરની ફોર વ્હીલ કારે ફરિયાદીના પિતાને હડફેટે લેતા તેઓ રોડ પડી જતા માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજા થતા વાંકાનેર અને પછી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને લઇ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે…

છરી સાથે ઝડપાયા:
વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીમાં રહેતા અશોકભાઈ સવજીભાઈ ઈટોદરા જીનપરા જકાતનાકા પાસેથી અને ઢુવા ગામે રહેતા અરવિંદસિંહ મહિપતસિંહ ગોહિલ માટેલ રોડ પરથી છરી સાથે ઝડપાયા છે અને બંને સામે ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ તથા અધિક જિલ્લા મેજી.સા.મોરબી જિલ્લાના જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ ક.૩૭(૧) જા.નામુ/ વશી-૩૧૮/૨૦૨૪ તા.૩૧/૦૮/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ થયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!