વાંકાનેર: ગઈ કાલે મિલ પ્લોટ ફાટક પાસે એક ટ્રાન્સપોર્ટનો ટ્રક રિવર્સમાં પાછો પડતા પાછળ ઉભેલા એક આધેડનું મૃત્યુ થયાનો કરુણ બનાવ બનવા પામ્યો હતો.
અમને મળેલ આ અકસ્માતના વિડિઓ મુજબ દિલીપભાઈ જોશી નામના આઘેડ ફાટક પાસે ઉભા હતા ત્યારે વાંકાનેર ખાતેના એક ટ્રાન્સપોર્ટનો ટ્રક પાછો પડ્યો હતો, પાછળ ઉભેલી ઈકોમાં ભરવાડ જ્ઞાતિના લોકો સવાર હતા, એ ઇકો તો બચી ગઈ હતી, પણ પાછળ ઉભેલા દિલીપભાઈને હડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી, લોકો એકઠા થઇ ગયા હતા, 108 ને બોલાવતા ઇજાગ્રસ્તને રાજકોટ સારવાર અર્થે લઇ જતા રસ્તામાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મૃતકને મિલ પ્લોટ રેલવે સ્ટેશન રોડ પર શિવ પાન નામની દુકાન હતી અને શિવાજી પાર્કમાં રહેતા હતા. પોલીસ ખાતાએ કાર્યવાહી શરુ કરી હતી, જો કે કોઈ એફઆઈઆર થયાનું જાણમાં નથી.