વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક સિરમાઈક કારખાનામાં શ્રમિકનું મૃત્યુ થયાનો બનાવ બનેલ છે…
જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ચંદનભાઇ શેશનાથ યાદવ ઉ.25 નામના યુવાનનું અકળ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…