નવાપરામાં બે જુગારી પકડાયા
સરગવામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થઇ હતી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે પોતાની વાડીએ સરગવાના પાકમાં દવા છાંટતી વખતે એક ખેડૂતને ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજસ્થળીમાં અજીતભાઇ મનસુખભાઇ ડાભી નામના ખેડૂતને ઝેરી અસર થતા ખેડૂતને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.8 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નિપજતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
નવાપરામાં બે જુગારી પકડાયા
વાંકાનેર શહેરના નવાપરામાં પાયોનીયર કારખાનાની પાછળની પાછળ વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી રૂતીકભાઈ સુરેશભાઈ બાવરીયા અને હીતેષભાઈ શીવાભાઈ દેકાવડીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.