અબ્દુલભાઇ શેરસીયાને પેરાસીટામોલના ટીકડાની વિપરીત અસર
વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ છે.
વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની 14 વર્ષની સગીરા તા.27 ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા એ ડિવિઝન હરેશભાઈ ચાવડાએ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
ટીકડા ખાધા
ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો 32 વર્ષે યુવાન 15 જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.