કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ ઝાલાએ બદલવા રજુઆત કરી છતાં ત્યારના એન્જીનીયર માન્યા નહોતા. પછી પોતાની અનેરી આવડતથી બુટાણી બાપાએ રજુઆત કરી અને એન્જીનીયરે સ્વીકારી, એ એન્જીનીયરની અટક બુટાણી હતી, ગામલોકોએ રાજી થઇ ત્યારથી આહમદભાઈ બાદીને બુટાણી તરીકે હુલામણું નામ આપેલું. મરહુમે મહીકા ગામમાં દસ વર્ષ સરપંચની તરીકે સેવા આપી હતી. તેમના સરપંચના સમયકાળ દરમ્યાન તેઓએ ખેડૂતો માટે જળ સિંચાઈ મંડળીની સ્થાપના કરી હતી અને વીજળીની વ્યવસ્થા માટેના કામો હાથ ધર્યા હતા. ત્યારબાદ તેમણે 1975 માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી, જેમાં હાલ અત્યારે આજુબાજુના ઘણા ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આહમદભાઈ બાદી રાજકીય ક્ષેત્રે પણ સારી ઓળખ ધરાવતા હતા. તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી ડૉ.દિગ્વિજયસિંહ ઝાલાના ખાસ મિત્ર પણ હતા. હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્રે સંકળાયેલ છે અને પુત્રી મુમતાજબેન બાદી મહિકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે.

હનીફભાઈ બાદી. મોબાઈલ નંબર 99094 47062
અલ્લાહ પાક એમને જન્નતનસીબ કરે (આમીન!)

Content Copying Forbidden !!

error: Content is protected !!