રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં બનેલ બનાવ
વાંકાનેર : વાંકનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.





અકસ્માતે મશીનમાં આવી જતા મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના વતની આકાશભાઈ કિશનભાઈ વાકેલ નામના 20 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.