વાડીએ રહીને મજૂરી કામ કરતો હતો
વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મહિકા ગામે મંજૂરભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બબલુ ઘૂમસિંગ ઘારવા (૨૮) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો