ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે.
હણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24 નામનો યુવાન ગત તા.27ના રોજ ગણેશપર ગામની સીમમાં આવેલ તળાવમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.