મૃતકના નાના ભાઈએ પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભૂલથી પી ગયા હતા
વાંકાનેર: તાલુકાના સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસે આવેલ સાજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો, જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું; જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
માહિતી મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સાજીદભાઈની વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી ગોવિંદભાઈ અજોસિંગભાઈ મેડા જાતે આદિવાસી (૨૦) નામનો યુવાન વાડીએ હતો, ત્યારે ત્યાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો; જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકના નાના ભાઈએ પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભૂલથી ગોવિંદભાઈ પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.