વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ થયું છે…
જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની જતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.