પોલીસ સ્ટેશનેથી
વાંકાનેરના યુવકો સાથે મળીને નળ સરોવર ફરવા ગયા હતા અને કોઇ કારણોસર ગાડી પલટી જતા પરિવારના એકના એક પુત્રનું મોત થયું હતું જ્યારે તેના મિત્રોને પણ ઇજા પહોંચી હતી. મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો. કંધોતર ગુમાવ્યાના પગલે પરિવાર શોકમગ્ન બની ગયો હતો…
વાંકાનેર શહેરમાંથી કાર લઈ નળ સરોવર સહિતના સ્થળોએ મિત્રો ફરવા ગયા હતા, તે દરમ્યાન કોઈ કારણોસર કાર ચાલકે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં તીર્થ બિમલભાઈ વ્યાસ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવક 20 વર્ષનો હતો. 12 પાસ આ યુવક પરિવારને મદદરૂપ થવા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આમ બે બહેનોએ એકનો એક ભાઈ જયારે માતાપિતાએ કંધોતર ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. તીર્થના અવસાનથી વ્યાસ પરિવાર જ નહીં, સમગ્ર શહેરીજનો ઊંડા શોકમાં ડૂબી ગયા હતા.
પોલીસ સ્ટેશનેથી
પીધેલ:
(1) વાંકાનેર બસ સ્ટેન્ડ સામે રહેતા સુખાભાઈ ભીમાભાઇ રીબડીયા (2) નવાપરા શેરી નં 3 માં રહેતા રાજેશભાઈ ઉર્ફે ખોડાભાઈ ખેગારભાઈ બાવળીયા અને (3) મૂળ કાછીયાગાળાના હાલ પાડાપુલ નીચે પાવર હાઉસ નીચે રહેતા સંજય મનસુખભાઇ કડેવર પીધેલ પકડાયા
દારૂ સાથે:
માટેલ ગામ સિમ બ્રાવેટ સીરામીક પાસે રહેતા જોશ્નાબેન રામજીભાઈ સાડમિયા પાસેથી કોથળી 40 દેશી દારૂ સાથે ઝડપાયા
ટ્રાફિક ભંગના નિયમનો ઉલ્લંઘન:
(1) જીનપરા શેરી નં 12 માં રહેતા કાનજી રમેશભાઈ અઘારા (2) રંગપરના અરવિંદ રાણાભાઇ પરમાર ટ્રાફિક ભંગના નિયમનો ઉલ્લંઘન કરતા પકડાયા છે…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો