રાજકોટ: કાગદળી ગામે રહેતો ખેતમજૂર યુવક ગઈ કાલે કાગદળીના કોઝવેમાં તણાય જતાં મોત નિપજ્યું હતું. યુવક તેના સબંધીને ત્યાં ગયો હતો. અને ગઈ કાલ રાત્રિના કાગદળી ગામે પરત આવતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો.
બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાગદળી ગામમાં રહી ખેત મજુરી કરતાં વસના મનીયાભાઈ ડામોર (ઉ.વ.30) તેઓ ગઈ કાલે રાત્રિના તેમનાં બાજુમાં રહેતાં
ઓળખીતાને ત્યાં ગયો હતો. અને ત્યાંથી રાત્રિના ઘરે પરત આવતો હતો ત્યારે કાગદળીના કોઝવેમાં પુર આવ્યુ હોય તેમાંથી પસાર થતા તણાય ગયો હતો.
બાદ આજે વહેલી સવારે કાગદળીના કોઝવેની બાજુમાં યુવક પડેલ હોય જેને કોઈ ખેડુત જોઈ જતાં તેને વાડી માલિકને જાણ કરી હતી. બાદ વાડી માલિકે 108 ને જાણ કરી હતી. અને 108 ની ટીમે યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતકને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરો છે.
તેઓ ચારેક વર્ષથી કાગદળી ગામમાં રહી ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકના મોતથી તેમનાં સંતાનો નોંધારા બન્યા છે. યુવકનાં મોતથી તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.