જિનપરાના વૃદ્ધને ઊલટીઓ થયા બાદ બેભાન થઈ જતા સારવારમાં મૃત્યુ
વાંકાનેર તાલુકામાં નર્સરી ચોકડી પાસે લુણસર રોડ ઉપર ભોજપરા ગામની સીમમાં રહેતા અને બીજા બનાવમાં જિનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધને ઊલટીઓ શરૂ થયા બાદ બેભાન થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું….

વાંકાનેર: તાલુકામાં નર્સરી ચોકડી પાસે લુણસર રોડ ઉપર ભોજપરા ગામની સીમમાં રહેતા લાખાભાઈ રામભાઈ ગઢવી (ઉ.85) નામના વૃદ્ધને બીમારી સબબ સરકારી હોસ્પિટલ ખાતે મોરબી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીજા બનાવમાં વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં ગૌશાળા નજીક રહેતા ચંદુલાલ રામસિંગભાઈ સારલા (ઉ.58) નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક ઊલટીઓ શરૂ થયા બાદ બેભાન થઈ જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
