વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં એક નાની બાળકીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ વાંકિયાના હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીમાં રહેતા ભલુભાઇ કલારીયાની ચાર વર્ષની પુત્રી પ્રવિણાબેન ભલુભાઇ કલારીયાનું વાડીમાં આવેલ પાણીના ટાંકામાં ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.