અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ
વાંકાનેર પાસે લુણસરિયા રોડ પર એક અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. શરીર પર ઇજાના નિશાન હોવાના કારણે હત્યાની આશંકા સેવાતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર પાસે લુણસરિયા રોડ પર સ્મશાન પાસે સ્મશાન પાસે એક અંદાજિત 35 વર્ષીય અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. ઇજાગ્રસ્ત અજાણ્યા યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક 108 મારફતે વાંકાનેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ અત્રે સારવારમાં યુવાને દમ તોડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોક8ના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મૃતકના શરીરે ઈજાના નિશાન હોવાને કારણે અકસ્માત થયો હતો કે કોઈએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથધરી છે.