રાજકોટ: વાંકાનેરમાં રહેતાં નાગરભાઈ દલસાણીયાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. બનાવની અંગે રાજકોટ સિવિલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
બનાવની વિગત મુજબ નાગરભાઈ વાઘજીભાઈ દલસાણીયા (ઉ.વ.60) રહે. હસનપર વાળા વૃદ્ધાને બીમારી સબબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો.
પીધેલ:
નવાપરા પંચાસર રોડ પર રહેતા કિશન પ્રવીણભાઈ રૂદાતલા અને નવાપરા ખડીપરા બરફના કારખાના પાસે રહેતા કરન બલુભાઈ ભોજવીયા પીધેલ પકડાયા છે.