વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના વૃદ્ધને સવારે બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બેભાન અવસ્થામાં જ વૃદ્ધનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવે છે.

વાંકાનેરના દિવાનપરામાં રહેતા લલીતભાઈ પીતાંબરભાઈ સોલાણી (ઉ. વ. ૭૭) નામના વૃદ્ધ ઘણા સમયથી બીમાર હોય અને રાત્રે સુતા હતા બાદમાં સવારે બેભાન હાલતમાં તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સીરામીક કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
મોરબી જીલ્લા પોલીસ પરપ્રાંતીય શ્રમિકોની માહિતી નહિ આપનાર કોન્ટ્રાકટરો વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં વાંકાનેરના રાતીદેવળી રોડ પર આવેલ ફેકટરીના કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમે રાતીદેવળી રોડ પર આવેલ યશદીપ સિરામિક કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકો રાખનાર જયેન્દ્રસિંહ ઝાલા રહે વાંકાનેર વાળા વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે જેમાં પોલીસે ફરિયાદી બની જણાવ્યું છે કે આરોપી મજુરોના મેનેજર હોય જેને ફેકટરીમાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી ASSURED APP ડાઉનલોડ કરી મજૂરોની નોંધણી કરાવી ના હતી અને નિયમ અનુસાર શ્રમિકોની માહિતી નહિ આપી જાહેરનામાં ભંગ કર્યો છે