વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫) કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.