રાજકોટ ડેરીના ડિરેક્ટર અને વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું આજે અવસાન થયેલ છે. રસુલભાઈ કડીવારએ પૂર્વ ધારાસભ્ય જાવીદ પીરઝાદાની ખૂબ નજીક હતા અને તેઓ હંમેશા પીરઝાદા પરિવાર અને કોંગ્રેસ સાથે રહ્યા છે તેમના અવસાનથી વાંકાનેર કોંગ્રેસે એક આગેવાન ગુમાવ્યા છે.
ગઈ કાલે સાંજના સમયે રસુલભાઈ કડીવાર પગથિયા ઉપરથી પડી જતા તેઓને ઈજા થતા તેમને ગાડી મારફતે તાત્કાલિક સારવાર માટે વાંકાનેર ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરે તપાસી અને તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમના પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.