વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં એક કારખાનામાં વાઈ આવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નીપજ્યું છે…
આ અંગે જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં મારૂતિ માઇક્રોન કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ બિહારના વતની કામેશ્વર રામેશ્વર રાય ઉ.55 નામના આધેડને ગત.તા.31ના રોજ વાઈ આવ્યા બાદ પડી જતા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ રૂમમાં સુઈ ગયા અને બાદમાં રાત્રીના સમયે જગાડતા તેઓ નહીં જાગતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.