સગીરા ઘરની અંદર પથારીમાં સૂતી હતી
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતી સગીરા પોતે પોતાના ઘરની અંદર પથારીમાં સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રમેશભાઈ ચાવડાની 16 વર્ષની દીકરી દિપાલી પોતાના ઘરની અંદર સૂતી હતી દરમ્યાન કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…