આણંદપર ગામે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની






વાસુદેવભાઈ શિવધરભાઈ રામ ઉ.68 નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.






આણંદપર ગામે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની રાહુલભાઈ ગૌતમભાઈ ડામોરને તેમની પત્ની








પાયલ સાથે અવાર નવાર સામાન્ય બાબતે બોલાચાલી થતી હોય તા.9ના રોજ બન્ને વચ્ચે થયેલ સામાન્ય ઝઘડા બાદ પાયલબેનને લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા પાયલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



