વાંકાનેર : વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરેમિકમાં નાની (સગીર) ઉંમરની એક પરિણીતાનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સિરેમિકમાં જેટ સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્સમા રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી કોમલબેન શૈલેષભાઇ ચૌહાણ નામની પરિણીતાનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.