સરતાનપર નજીક બનેલો બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મહિલા મજૂરનું પડી જતા મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી ગયા બાદ પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરુ કરી છે.