જેતપરડા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના
બાઉન્ડ્રી નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપર ચડી કામ કરી રહેલા સુનિલકુમાર જીતનભાઈ મીન નામનો યુવાનનું અકસ્માતે ઉચાઈએથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બાઉન્ડ્રી નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મોમાઈ હોટલ પાસે રોડ ઉપર અંદાજે 60થી 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો