રાતાવીરડા અને સરતાનપરની સીમમાં બનાવો
વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના રાણીપુર ગામના વતની વિનુસિંગ ભવનસંગ ખાટ નામનો યુવાન ફેક્ટરીની બાજુમાં જ આવેલ તળાવમાં ડૂબી જતાં ફાયર બ્રિગેડને બોલાવી શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
બીજા બનાવમાં સરતાનપર ગામની સીમમાં આવેલ સ્ટોન સિરામિક ફેકટરીમાં કલરકામ કરતી વેળાએ પતરા ઉપરથી પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સ્ટોન સીરામીકમાં રહેતા વિનોદકુમાર સુલતાનસિંહ પાલ ઉ.42 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…