વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ એક બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…