વાંકાનેર : વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા સમયે મૂળ ઝારખંડના વતની રેગોભાઇ સીદીલભાઇ સવાઇયા ઉ.30 નામનો યુવાન એસીના કમ્પ્રેસરને અડી જતા વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.