વેચવા પર 80 કોરડા ફટકારવામાં આવે છે
યુરોપ-અમેરિકાના મોટાભાગના દેશોમાં દારૂ શોખ અને આનંદનું પ્રતીક છે, જ્યારે વિશ્વના ઘણા દેશો એવા છે, જ્યાં દારૂ પીવો સારો માનવામાં આવતો નથી. ઘણા દેશોમાં આના પર કડક નિયંત્રણો છે. ઈરાનમાં દારૂ પીવા પર મોતની સજાની જોગવાઈ છે. જો કોઈ વેચતું જોવા મળે તો પણ તેને જાહેરમાં 80 કોરડાની સજા થાય છે.
આ નિયમ પ્રવાસીઓને પણ લાગુ પડે છે.
આ કાયદો બધા માટે સમાન છે. અહીં કોઇ દારૂની દુકાન, નાઇટક્લબ કે બાર નહીં મળે. અહીં બહારથી દારૂ લાવવો એ કાયદા હેઠળ ગેરકાયદેસર છે. એરપોર્ટ પરનો સામાન એક્સ-રેથી ચેક કરવામાં આવે છે, અને પકડાઈ જવા પર ઈરાની, પ્રવાસી કે બિનમુસ્લિમ દરેક માટે આ કાયદો છે.
ઈરાનના યુવકને દારૂ પીવો ગમે છે
આવા કડક પ્રતિબંધો હોવા છતાં, ઘણા ઇરાની યુવાનો દારૂ પીવાનું પસંદ કરે છે. એવી પાર્ટીઓ છે જેમાં દારૂ પીરસવામાં આવે છે. તેના કારણે ગેરકાયદેસર રીતે દારૂ બને છે અથવા તો અન્ય દેશોમાંથી પણ તેની હેરાફેરી થાય છે. કાયદાના ડરથી ડોક્ટર પાસે ન જવાને કારણે યુવાનો પણ ઝેરી દારૂ પીવાના કારણે મોતને ભેટી રહ્યા છે. તેમને ડર છે કે જો તેઓ ડોક્ટર પાસે જશે તો પોલીસને જાણ કરશે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ