કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલ્‍વે સ્‍ટેશનમાં ટ્રેનમાંથી ઉતરતા મોત

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશને ટ્રેનમાંથી ઉતરતી વખતે પગ ફસાઇ જતાં પડી જતાં જામનગરના યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગઈ કાલે મોત નિપજ્‍યું હતું.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

જાણવા મળ્‍યા મુજબ ગઈ રાત્રે સાડા નવેક વાગ્‍યે વાંકાનેરના રેલ્‍વે સ્‍ટેશન પર એક યુવાન ટ્રેનમાંથી ઉતરતો હતો ત્‍યારે પગ ફસાઇ જતાં પડી જતાં ટ્રેન ધીમી ધીમી ચાલુ હોઇ પગે શરીરે ગંભીર ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમા ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોફિકભાઇ જુણાચે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.


સારવાર માટે ખસેડાયો ત્‍યારે આ યુવાને પોતાનું નામ પ્રકાશ જસુભાઇ પરમાર (ઉ.વ.૩૦) હોવાનું અને પોતે જામનગર ખેતવાડીમાં રહેતો હોવાનું કહ્યું હતું. સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

હથિયારધારા હેઠળ કાર્યવાહી
ગારીડાના વલ્લભભાઈ વિકુભાઇ વાઘેલા પાસેથી લાકડાનો ધોકો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
ટ્રાફિક અંગેનો ગુન્હો
જૂની કાલાવડીના સંજય રાયમલ વાઘેલા આધાર પુરાવા વગર મોટરસાયકલ લઈને નીકળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
દારૂ ઝડપાયો
લિંબાળા ધાર સાયરાબેન ઉમેદભાઈ રાજા પાસેથી 3 લીટર, હરણખડી ઝૂંપડામાં શારદાબેન મુન્નાભાઈ વાઘેલા પાસેથી 5 લીટર, રાતવીરડાના કરસન ચોથાભાઈ ભવાણીયા પાસેથી 5 લીટર, સિંધાવદર બસ સ્ટોપ પાસે ઝુંપડામાં સંગીતાબેન સુરેશભાઈ જખણીયા પાસેથી 10 લીટર અને મેસરિયાના અજય મનસુખભાઇ ચાવડા પાસેથી 12 લીટર દેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!