વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ મળી
ટંકારા તાલુકાના અમરાપર ગામે ખેત મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના આદિવાસી ખેત શ્રમિક પરિવારની બાયલીબેન ફોડારિયાભાઈ તોડકીયા ઉ.17 નામની સગીરા તા.17ના રોજ વાડીએ કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ નજીકમાં જ આવેલ બીજી વાડીના કુવામાંથી સગીરાની લાશ મળી આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંઘ કરી તપાસ શરૂ કરી છે.