પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેરની મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ આવરી લેવાની માંગ
વાંકાનેર : પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શકીલ પીરઝાદાએ રાજયના કૃષિ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટરશ્રી અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સમક્ષ પણ સરકારના આંકડા પ્રમાણે વાંકાનેર અને ટંકારા તાલુકામાં ૩૧ ઓગષ્ટ ર૦ર૩ પહેલા સતત ર૮ દિવસ સુધીના સમયગાળામાં વરસાદ થયો નથી.
જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરત પુર્ણ કરે છે. માટે મોરબી જિલ્લા કલેકટરશ્રી નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજય સરકારના મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલે, રાજય સરકાર વાંકાનેર અને ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરે અને સર્વે કરી પીડિત ખેડુતોને પાક નુકસાનની સહાય ચુકવે, તેવી માંગણી કરી છે.