ઓજારોના ડીલરો પોતે જ અરજીનો લોડ નાખી દે અને તેમાં ખેડૂતો પાસેથી મન ફાવે તેટલા પૈસા લઈ ઓજારો આપે છે
વાંકાનેર: આજે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર ખાતે કોંગ્રેસ તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શકીલ એહમદ કે. પીરઝાદા (ડિરેકટર અને પુર્વ ચેરમેન), ગુલામ અમી પરાસરા (ચેરમેન), લખમણભાઈ લુંભાણી (વાઇસ ચેરમેન), જિલ્લા પંચાયતના સદસ્યો હરદેવસિંહ જાડેજા (98254 92509) અને ઇસ્માઇલ બાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા, કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂકભાઈ કડીવાર અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુનુસભાઇ શેરસીયા હાજર રહ્યા હતા.
પત્રકારો સાથેની ગોષ્ઠિમાં શકીલ એહમદ કે. પીરઝાદાએ વિગતે ખેડૂતોના પ્રશ્નો ચર્ચ્યા હતા. વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ જોખમગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર થવા પાત્ર છે, સરકાર તરફથી જાહેરાતો થાય છે, પણ અમલ થતો નથી, એ મુદ્દે અને હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ખેડૂતોને ખેત ઓજારોમાં અપાતી સહાયમાં આઈ-પોર્ટલ માત્ર એક જ દિવસ ખુલ્લું રહેતું હોઈ સર્વર જામ થઇ જતા અરજદારો અરજી કરી શકતા નથી, તો આ સમય ગાળો 10 દિવસનો હોવો જોઈએ.તેમણે જે તે ડીલરો જ ખેડૂતોના નામે અરજી કરી દેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. પત્રકારોના પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા હતા. વધુ માહિતી નીચે મુજબ છે.
* તા.૨૮–૮–૨૦૦૦ના રોજ હળવદ માર્કેટયાર્ડ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરવામાં આવેલ, જેમાં વાંકાનેર માર્કેટ યાર્ડના તત્કાલીન ચેરમેન શકીલ પીરઝાદાએ હાજરી આપી માહીતી મેળવેલ હતી.
* ગુજરાત સરકારની ડીઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ www.gsdma.org ના વરસાદના આંકડા પ્રમાણે તા. ૧–૮–૨૦૨૩ ના રોજ મોસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલ છે. તા.૧–૯–૨૦૨૩ના રોજ મોસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલ છે.
અર્થાત ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ પહેલા વાંકાનેર તાલુકામાં સતત ૨૮ દિવસ કરતા વધુ સમયગાળામાં વરસાદ પડેલ નથી.
* મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને અનાવૃષ્ટી (દુષ્કાળ) અંગેની શરત પ્રમાણે રાજયમાં ચોમાસુ શરુ થાય ત્યાંથી ૩૧ ઓગષ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ૪ અઠવાડીયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલેકે સતત શુન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોઈ તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે. સામાન્ય સંજોગોમાં સિંચાઈ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. અને તેની યાદી સિંચાઈ વિભાગે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે.
* ચાલુ વર્ષે વાંકાનેર તાલુકામા વરસાદની વિષમ પરિસ્થિતીના કારણે ખરીફ પાકમાં નુક્શાન થયેલ છે. જેના કારણે ઉત્પાદન ઘટવાની ભીતી છે.
* ઉપરોક્ત મુદા નં. ૩ તથા ૪ પ્રમાણે વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ જોખમગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર થવા પાત્ર છે. માટે અમોએ સમયાંતરે વિવિધ રજુઆતો દ્વારા આ અંગેની માંગણીઓ કરેલ છે.
વાંકાનેર તાલુકાના ખેડૂતને ઉપરોકત યોજના હેઠળ નુકશાનીના સર્વે બાદ જો ૩૩% થી ૪૦% નુકશાન થયું હોય તો પ્રતિ હેકટર રૂા.ર0000/– અને જો 50% થી વધુ નુકશાન થયુ હોય તો પ્રતિ હેકટર રૂા.૨૫૦૦૦ (૪ હેક્ટરની મર્યાદામાં) મળવાપાત્ર છે.
* તા.૧-૯-૨૦૨૩ ના રોજ કલેકટરશ્રીને ઈ-મેલ મારફત રજુઆત
* તા.૧–૯–૨૦૨૩ ના રોજ માનનીય કૃષી મંત્રીશ્રીને ઈ-મેલ મારફત રજુઆત
* તા. ૧–૯–૨૦૨૩ ના રોજ ડે.કલેકટરશ્રી વાંકાનેરને ઈ–મેલ મારફત તથા રુબરુ ૨જુઆત
* તા.૨–૯–૨૦૨૩ ના રોજ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ઈ–મેલ મારફત રજુઆત
* તા.૧૮–૯–૨૦૨૩ ના રોજ કલેકટરશ્રીને રુબરુ લેખીતમાં રજુઆત
* તા.૧૮–૯–૨૦૨૩ ના રોજ કલેકટરશ્રી સમક્ષ માહીતી અધીકાર હેઠળ તા. ૧–૯–૨૦૨૩ ની રજુઆત અંગે માહીતી માંગેલ
* તા.૨૧-૯-૨૦૨૩ના રોજ માર્કેટયાર્ડ વાંકાનેરની બોર્ડ મીટીંગમાં કરેલ ઠરાવ
* તા.૧-૧૦-૨૦૨૩ ના રોજ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને લેખીત રજુઆત
* તા.૯–૧૦–૨૦૨૩ ના રોજ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો જવાબ,
જેમાં તેમણે જણાવ્યુ છે કે ‘ હાલની પરિસ્થિતીએ વાંકાનેર તાલુકાના ખેડુતોની આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર નથી, ”
* તા.૫-૧૦–૨૦૨૩ના રોજ કલેકટરશ્રીનો માહીતી અધિકાર હેઠળ જવાબ, જેમાં આપેલ માહીતી અમોને અપુરતી લાગે છે.
* તા.૧૮–૧૦–૨૦૨૩ ના રોજ કલેકટરશ્રીને ફરીથી રજુઆત.
* ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ઠરાવ ક્રમાંક પફબ/ ૧૦૨૦૨૦/૧૯૯૪/ક.૭ સચીવાલય ગાંધીનગર તા.૧૦–૮–૨૦૨૦ માં દર્શાવ્યા પ્રમાણે “ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનુ રાજય સરકારે ટેન્ડર બહાર પાડેલ હતુ પરંતુ તેમાં વીમા કંપનીઓ દ્વારા ખુબજ ઉંચુ પ્રીમીયમ આવેલ છે. જે રાજય તેમજ ખેડૂતોના હીતમાં ન હોય તેવુ જણાયુ છે. આથી કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકશાન માટે પારદર્શક અને સરળ પધ્ધતી કે જેમાં રાજયના બધાજ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકશાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજયના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મુકવા નિર્ણય કરેલ છે.” આ યોજનાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કહેવામાં આવે છે.
* વર્ષ ૨૦૨૦–૨૧ અને વર્ષ ૨૦૨૧–૨૨ માટે આ યોજના અંગે ઠરાવ સરકારશ્રીએ કરેલ. પરંતુ ત્યાર પછીના વર્ષ માટે ઠરાવ થયેલ હોઈ તેવુ અમારી જાણમાં નથી.
પરંતુ કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી કે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આ યોજના બંધ થઈ ગયેલ હોવાનુ અમોને લેખીત કે મૌખીકમાં જણાવેલ નથી. જયારે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ તો લેખીત જવાબમાં “હાલની પરિસ્થિતીએ આ યોજના વાંકાનેર તાલુકાને લાગુ પડતી નથી.” તથા કલેકટરશ્રીએ પણ આ યોજના લેખીતમા નકારી નથી, અને અમારી રજુઆત સરકારશ્રી સમક્ષ ફોરવર્ડ કરી તેવુ જણાવ્યુ છે.
* હાલ ગુજરાતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ યોજનાની અવેજીમાં ચાલુ કરેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે અસ્પષ્ટતા હોય તેવુ લાગી રહ્યું છે. ખરીફ પાકના નુકસાનના કારણે ખેડૂતો મુંજવણમાં મુકાઈ ગયા છે. આ યોજના કે અન્ય કોઈપણ સુવીધા ઉભી કરીને વાંકાનેર તાલુકાના ખરીફ પાકમાં થયેલ નુકસાનનુ વળતર/ સહાય સરકારશ્રીએ ખેડૂતોને ચુકવવી જોઈએ.
ઓનલાઈન ખેતીના ઓજારો માટે
સરકારશ્રી દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ઓનલાઈન ખેતીના ઓજારો માટે અરજીઓ મંગાવે પણ ખેડૂતો તે લાભથી વંચીત રહે છે તે માટે નિચે મુજબના કારણો જવાબદાર છે.
(૧) એકજ દિવસનો ઓનલાઈન અરજી કરવાનો સમય આપવામાં આવે છે.
(૨) તાલુકા દિઠ ટારગેટ આપવામાં આવે છે, તો બાકીના લોકો લાભથી વંચીત રહી જાય છે.
(૩) સરકાર માન્ય કે જીલ્લા પંચાયત માન્ય જે ઓજારોના ડીલરો પોતે જ અરજીનો લોડ નાખી દે અને તેમાં ખેડૂતો પાસેથી મન ફાવે તેટલા પૈસા લઈ ઓજારો આપે છે.
(૪) ડીલરો ખેડૂતો પાસેથી એડવાન્સમા ગામના નમુના નં.૭(૧૨) તથા ૮ (અ) મંગાવી અરજી કરી આપે છે.
પ) ઓનલાઈન વેબ સાઈટ થોડી મીનીટમા હેક થઈ જાય છે માટે ઓનલાઈન અરજી કરવા માટે ૧0 દિવસ જેટલો સમય આપવો જોઈએ.
સરકાર ખેડૂતોની સાચા દિલથી ચિંતા કરતી હોઈ તો તમામ ઓજારો ટ્રેકટર, રોટાવેટર, હારવેસ્ટર ઓરણી માટે તમામ ઓજારોમા સમય મર્યાદા ૧ દિવસની નહીં પણ ૧૦ દિવસની દેવી જોઈએ.
તમામ તાલુકા મથકોએ જે ખેડૂત ખાતેદાર અરજી કરે તમામ લાભાર્થીને ઓજારો ફાળવી આપવા જોઈએ.