વાંકાનેર: વાંકાનેર તાલુકામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. વાંકાનેર વિધાનસભામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.
આ અંગે વાંકાનેર ચૂંટણી અધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન 303 નંબરના બૂથમાં 1 BU, 3 CU અને 3 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો





