શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો
વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી છે. પત્રમાં નીચે મુજબની માંગ ઉઠાવાઈ છે.
(૧) જય ભારત સાથ, આજરોજ તા. ૨૬/૧૧/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કમોસમી વરસાદ થયો છે અને હિમવર્ષા થઈ છે. જેના કારણે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે નુકશાન થયું છે.
(૨) કમોસમી વરસાદ અને હિમવર્ષાના કારણે ખેડૂતોના ઉભાપાકમાં ખુબ નુકશાન થયું છે, જીરાનો પાકતો સદંતર નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે. ચોમાસા-૨૦૨૩ ના અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે વાંકાનેરના ખેડૂતોને ખરીફ પાકમાં મોટું નુકશાન અગાઉથીજ થઈ ચક્યું છે, ઉપરથી આજના કમોસમી વરસાદ અને હિંમવર્ષા વાંકાનેરના ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની રહ્યા છે.
(૩) ઉપરાંત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હિમવર્ષાના કારણે છાપરા અને પતરાં તૂટી ગયાં છે, તેમા કાણા પડી ગયા છે. ઘણી જગ્યાએ દીવાલોમાં અને મકાનોમાં પણ નુકશાન થયું છે.
(૪) વીજ-બિલ બચાવવા માટે લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈને સોલર પેનલ વસાવી છે, તેમજ સોલર પેનલ વોટર-હીટર વસાવ્યા છે. હિમવર્ષાના કારણે આવી સોલર પેનલો ઘણી જગ્યાએ તૂટી ગઇ છે.
(૫) આ ઉપરાંત પણ પશુપાલકો સહિતના લોકોને કમોસમી વરસાદ અને હિમવર્ષાને કારણે નુકશાન થયું છે.
(૬) માટે મારી માંગણી છે કે, તાત્કાલિક ધોરણે વાંકાનેરના ખેડૂતોનું સર્વે કરાવીને તેમને નુકશાનીના પ્રમાણમાં યોગ્ય વળતર ચૂકવવામાં આવે તથા પશુપાલકોને ઘાસચારા માટે પશુદીઠ યોગ્ય સહાય આપવામાં આવે. જેમના મકાનોમાં નુકશાન થયું છે અને પતરા/ છાપરા તુટી ગયા છે, તેવા ગરીબ અને આર્થિકરીતે સામાન્ય વર્ગના લોકોને સમારકામ માટે યોગ્ય સહાય આપવામાં આવે.
તથા આર્થિકરીતે સામાન્ય પરિવારના લોકોના સોલર પેનલમાં હિમવર્ષાના કારણે નુકશાન થતાં સ્પેરપાર્ટ્સ માટે યોગ્ય સહાય આપવામાં આવે તેવી મારી માંગણી છે.
(૭) મારી ઉપરોક્ત માંગણીઓ બાબતે વાંકાનેરના નાગરિકો પ્રત્યે સંવેદના દાખવી ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા રાખુ છું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો