કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ

વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી

ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે

રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે તો નવાઈ નહિ. બ્રહ્મ સમાજના આગેવાનોએ રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી. જેમાં જણાવાયું કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બ્રહ્મ સમાજ નારાજ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે. સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જનસંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડ્યું હતું અને પાર્ટી ઉભી કરી છે. હાલમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે બ્રાહ્મણ હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઈ મોકરીયાની અવગણના થઈ રહી છે. આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રાહ્મણોને જાગૃત કરીશ. બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાએ આ મુદ્દે કહ્યું કે, ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે. સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જનસંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડયું છે. ડો. માધવ દવે હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઈ મોકરીયાની અવગણના થઈ રહી છે. આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રહ્મણોને જાગૃત કરીશ. બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું…

Content Copying Forbidden !!

error: Content is protected !!