સમગ્ર અનુ.જાતિ – જન-જાતિ, ઓ.બી.સી. સમાજ વાંકાનેર તાલુકો તેમજ ગ્રામ્ય વિસ્તાર તરફથી જાહેર આમંત્રણ
વાંકાનેર: આવતી કાલે તારીખ : ૨૬/૧૨/૨૦૨૪, ગુરૂવારના સમય : સવારે ૯ : ૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, કુંભારપરા, વાંકાનેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવશે. પછી
સવારે ૧૦-૧૫ કલાકે તમામ લોકો રેલીના રૂપમાં વાંકાનેર શહેરમાં પ્રતાપરોડ, દાણાપીઠ ચોક, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઈન બજાર, ચાવડી ચોક, દિવાનપરા, મહારાજા સાહેબનું સ્ટેચ્યુ સર્કલ થઇને સેવા સદનના કાર્યલય જઇ પ્રાંતઃ અધિકારી સાહેબને દુઃખ સાથે આવેદન પત્ર સુપ્રત કરાશે.
અમિત શાહ રાજીનામુ આપે તેવી માંગ સાથે સમગ્ર વાંકાનેર તાલુકાના નાગરિકો ઉગ્ર દેખાવો તેમજ સુત્રોચ્ચારો કરી રેલી કાઢી આવેદન પત્ર આપશે. તેથી તમામ બહુજન સમાજે ઋણાનું બંધ ચૂકવવા હાજરી આપે તેવી ભીમ અપીલ કરાઈ છે…