માટેલગ્રામ પંચાયત દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાઈ
વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ગામમાં ગામ વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કલેકટરને રજૂઆત કરી છે.
શ્રી માટેલ વીરપર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ દ્વારા વાંકાનેરના નાયબ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે માટેલ ગામમાં સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે જ્યાં ગામમાંથી ઓવરલોડ ટ્રકો પસાર થતા હોય છે અને આવી ટ્રકોને નાં પાડવા છતાં માથાભારે તત્વો ઓવરલોડ વાહનો ચલાવતા રહેછે. આવી ટ્રકો રાત્રીના વધારે ચાલે છે. ડાયવર્ઝન આપેલ છે, છતાં ટ્રકો ગામમાંથી પસાર થતા હોય છે અને અમુક ટ્રકોને નંબર પ્લેટ પણ હોતી નથી. જેથી ભારે વાહનો ગામમાંથી પસાર થતા બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.