ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે
ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક અને લોકોના હૃદય પર રાજ કરનારા ‘સાયા સુલતાન” રહ્યા છે.
જેનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે. એક હજાર વર્ષથી ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી સમગ્ર વિશ્વમાં આ દેશની ઓળખ છે અને તેમનું વ્યક્તિત્વ શાંતિ દૂત તરીકે ઓળખાય છે.
જેઓ તેમના વ્યક્તિત્વનું અપમાન કે અનાદર કરે છે, તેઓ પોતે જ અપમાનિત થાય છે. એટલા માટે સંસ્થા દ્વારા સમાજમાં નફરત ફેલાવતી આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરાઇ છે.
હાલમાં સમાજમાં ભાગલા પાડવાના બહાના શોધવામાં આવી રહ્યા છે અને ગુનાહિત ધટનાઓને ધર્મ સાથે જોવા માટે ફિલ્મો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ચોક્કસપણે નિરાશાજનક છે અને આપણા સામાન્ય વારસાને ગંભોર રીતે નુકસાન પહોંચાડે છે.
અજમેરમાં બનેલી ઘટનાનું જે સ્વરૂપ જણાવવામાં આવી રહ્યું છે, તે સમગ્ર સમાજ માટે ખૂબ જ દુખદ અને ધૃણાસ્પદ કૃત્ય છે.
આની સામે કોઈપણ ધર્મ અને સંપ્રદાય ભેદભાવ વિના સામૂહિક સંઘર્ષની જરૂર છે, પરંતુ અહીં સમાજમાં ભાગલા પાડીને આ દુઃખદ ઘટનાની ગંભીરતાને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.
તેથી જ સંગઠન કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે આવી ફિલ્મ પર પ્રતિબંધ મૂકે અને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહેલા લોકોને નિરુત્સાહિત કરે.