ઉપપ્રમુખ પદ માટે પેચ ફસાઈ શકે તેમ છે
આવતી કાલે ખબર પડે
વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આવતી કાલે યોજાવાની છે, જે ગુપ્ત મતદાનથી બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે તેમજ અન્ય માંગણીઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી છેવાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા ૫ સદસ્યો દ્વારા ચુંટણી અધિકારી વાંકાનેર નગરપાલિકા અને પ્રાંત અધિકારી વાંકાનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકાની મધ્યસત્ર ચુંટણી તાજેતરમાં સંપન્ન થઇ છે જેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા. ૦૫ માર્ચના રોજ યોજાનાર છે જે ચુંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે મતદારો તરીકે જાહેરમાં મતદાન કરતા અમોને ડર લાગે છે કે મતદાર તરીકે અમારો નિર્ણય જાહેર થતા અમારા પરિવારને શારીરિક કે અન્ય નુકશાન પહોંચી સકે છે જેથી ચુંટણી ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે
મતદારોની ગુપ્તતા જળવાય અને મતદારો કોઈપણ પ્રકારના ભય કે લોભ લાલચ વગર સ્વેચ્છાએ મતદાન કરી સકે તે સુનિશ્ચિત કરવાની આપની જવાબદારી છે ચુંટણી અધિકારી તરીકે નિર્ણય લેવાની તમને સત્તા અને અધિકાર છે ચુંટણી સમયે ચુંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સદસ્યો સિવાય કોઈપણ વ્યક્તિ પરિસરમાં પ્રવેશ ના કરી સકે તેવી માંગ કરી છે તેમજ ચુંટણી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે તેવી માંગણીઓ કરી છે
વાંકાનેર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 21 બેઠક પર વિજય થયો છે જ્યારે કોંગ્રેસ પાર્ટી 5, બસપા 1 અને આમ આદમી પાર્ટી પણ 1 બેઠક ઉપર વિજેતા થઈ છે. ભાજપમાં સ્થાનિક સ્તરે બે જૂથ છે, જાણકારો માને છે કે બહુમતી એક જૂથને પ્રમુખ પદ અને બીજાને ઉપપ્રમુખ પદ આપવાનું મોવડી મંડળ વિચારે છે, જો આમ થાય તો
એક જૂથ ઉપપ્રમુખ માટે સંમત ન થાય અને પેચ ફસાઈ શકે તેમ છે, કારણ કે ઉપપ્રમુખમાં જે નામ હાલ ચર્ચાય છે તેને સત્તારૂઢ કરવા ગમે તે હદે જઈ શકે છે. વિરોધ પક્ષ સત્તામાં તો આવી શકે તેમ નથી, પરંતુ સખળ ડખળમાં ધાર્યું કરી શકે તેમ છે, દાણા ચંપાઈ રહ્યા છે, નવકૂકરીમાં પાસા ફેંકવાની રણનીતિ ઘડાઈ રહી છે. આવતી કાલે ખબર પડે.