કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

શહેરની મધ્યમાં આવેલ વિસ્તારોને નગરપાલિકામાં સમાવવા માંગ

વાંકાનેર : શહેરની મધ્યમાં તથા શહેરથી અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં આવેલા અલગ અલગ દસ વિસ્તારના નાગરિકો દ્વારા વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકામાં સમાવવા માંગ કરવામાં આવી છે…વાંકાનેર શહેરની મધ્યમાં તથા અત્યંત નજીક આવેલ ૧). મોમીન સોસાચટી (મીરૂમીયાં બાવાની દરગાહ સામે, રાજકોટ રોડ), ૨). આશિયાના સોસાયટી (જીનપરાની બાજુમાં), ૩). પરવેઝ નગર (પોલીસ લાઇનની બાજુમાં, રાજાવડલા રોડ), ૪). ગુલાબ નગર (મોડર્ન સ્કૂલની બાજુમાં), ૫). એકતા સોસાયટી (ટેલિફોન એક્સયેન્જ સામે,રાજકોટ રોડ), ૬). મિલેનિયમ સોસાયટી (૨૫ વરિયા સામે, રાજકોટ રોડ), ૭). અમન પાર્ક (પતાળીયાના કાંઠે, મૌલવી સાહેબની દરગાહ સામે, રાજકોટ રોડ), ૮). અલ મદીના સોસાયટી (મોડર્ન સ્કલની બાજમાં, રાજાવડલા રોડ), ૯). બાગે સંજર સોસાયટી (ટેલિફોન એક્સયેન્જ સામે, રાજકોટ રોડ), અને ૧૦). રાજ રેસિડેન્સી (મોડર્ન સ્કૂલની બાજુમાં, રાજાવડલા રોડ)ના નાગરિકો વાંકાનેર શહેરની મધ્યમાં તથા અત્યંત નજીક હોવા છતાં અત્યારે સુધી નગરપાલિકામાં કે કોઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠન હોવાથી વિકાસથી તદ્દન વેગળા રહ્યા હોય તેમજ મતદાન પણ માત્ર ધારાસભા તથા લોકસભામાં ધરાવતા હોય ત્યારે આ વિસ્તારના નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તેમજ નાગરિકોને જરૂરી રોડ-રસ્તા, પાણી, સફાઇ, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં માંગ કરવામાં આવી છે…આ તકે સ્થાનિક નાગરિકો સાથે વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, પુર્વ કોર્પોરેટર જાકીરભાઈ બ્લોચ, નગરપાલિકા વિરોધપક્ષના નેતા મહંમદભાઇ રાઠોડ, યુવા અગ્રણીઓ મકસુદ રાઠોડ, ફિરોઝ ઠાસરીયા સહીતના ઉપસ્થિત હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!