કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટંકારા- અમરાપર રોડ ઉપરથી ગંદકી દુર કરવા માંગણી

ટંંકારા આમ આદમી પાર્ટીની ચીફ ઓફિસરને રજુઆત

ટંકારા: શહેરની પછવાડે આવેલા દેવીપુજક અને ખાડીયા વિસ્તાર પાસેથી અમરાપર ગામને જોડતાની અવદશાથી ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નિયમિત સાફ-સફાઈ ન થવાથી ગંદકીના થર જામ્યા હોય તાકીદે માર્ગ સફાઈ કરી ઉકરડા, ગંદકી ઉસેડી માર્ગ મરામત કરવા આમ આદમી પાર્ટીએ નગરપાલિકાને લેખિત રજુઆત કરી માંગણી ઉઠાવી હતી…

ટંકારા હાઈવે નજીક શહેરની પછવાડે આવેલા દેવીપુજક અને ખાડીયા વિસ્તાર પાસેથી પસાર થતા અમરાપર ગામને જોડતા માર્ગ પર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોવાથી માર્ગ પર ઉકરડા જામ્યા છે. ઉપરાંત, રોડ તુટી પડયો હોવાથી ચોતરફ પાણીના ખાબોચીયા ભરાયા હોય ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નર્કાગાર બનેલો માર્ગ નજીકની વસાહતમાં ભયંકર દુર્ગંધથી ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

માંદગીનુ પ્રમાણ વધવાની દહેશત વ્યકત કરી ટંંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દુબરીયાએ આપના ધર્મેશ કક્કડ સહિતના કાર્યકરો સાથે નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસર દિનેશભાઈ ડામોરને લેખિત ફરીયાદ આપી રજુઆત કરી હતી કે, આ માર્ગ પર સફાઈ કરી મરામત કરવામા નહીં આવે તો અહીંયાથી શહેરભરમાં રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરી તાકીદે જન આરોગ્યને ધ્યાને લઈ ગંદકીના ઢગલા ખસેડવા માંગણી કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!