સાંસદ કેસરીદેવસિંહજીની રજૂઆતને પગલે પશુ દવાખાના અંગે રાજયો પાસેથી વિગતો મંગાવતી કેન્દ્ર સરકાર
સિંહોની વસ્તી ગણતરીમાં ભજવેલ ભૂમિકાનો ‘મન કી બાત’માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ
વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં દેશમાં (વેટરનીટી) પશુ ચિકીત્સાલય ખોલવા માટે રજુઆત કરવામાં આવી છે. સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં સ્પેશીયલ મેન્શન તરીકે વાઈલ્ડ લાઈફ વેટરનીટી સર્વિસ દેશમાં દરેક રાજયમાં ઉભી થાય તે હેતુથી
વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવજીને રજુઆત કરવામાં આવી હતી. આ બાબત ગંભીરતાથી લઈ કેદ્ર સરકાર દ્વારા દરેક રાજયને પત્ર વ્યવહારથી વિગતો લેવામાં આવેલ અને દરેક રાજયોમાં વેટરનીટી પશુ ચિકીત્સાલય ખોલવામાં આવે તેની નોંધ લેવામાં આવેલ હતી. મંત્રીશ્રી દ્વારા 
સાંસદશ્રીને આ બાબતે તુરંતજ ઘટતુ કરવામાં આવશે તેની ખાત્રી અપાયેલ હતી. પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વીજયસિંહજીનો પર્યાવરણ પ્રેમ અને પશુપ્રેમ આજે પણ લોકો યાદ કરે છે, ત્યારે સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા પણ પિતાશ્રીનો વારસો જાળવી રાખવામાં આવેલ છે. હાલ વર્ષ 2025 ગીરમાં 
થયેલ સિંહોની વસ્તી ગણતરી સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણ હાજરી આપી સિંહોની ગણતરીમાં મુખ્ય ભૂમિકા ભજવેલ હતી. તે બદલ મન કી બાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. તેઓ એઈમ્સ હોસ્પિટલ રાજકોટના પણ સભ્ય છે. માનવ જીવનને યોગ્ય અને સારી સારવાર મળે તે માટે 
સતત પ્રયત્નશીલ રહે છે. માત્ર માનવ જીવન નહી પણ પશુઓ પ્રત્યે પણ પોતાનો પ્રેમ જીવ દયાની ખાસ તકેદારી રાખે છે. જંગલી પશુઓને દેશના દરેક રાજ્યોમાં સારી સારવાર મળી રહે તે પણ સારી રીતે તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુથી તેમની આ રજુઆત ધ્યાનમાં રાખી કેંદ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યોમાં વેટરનીટી વિભાગ (પશુ ચિકીત્સાલય) શરૂ કરવામાં આવશે જ્યાં પશુઓને યોગ્ય સારવાર મળી રહેશે…